યોહાન ૧૬:૮
જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;યોહાન ૧૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 16:8
- When he has come, he will convict the world about sin, about righteousness, and about judgment;
- हिन्दी — यूहन्ना १६:८
- और वह आकर संसार को पाप और धार्मिकता और न्याय के विषय में निरुत्तर करेगा।
સંદર્ભમાં
૬પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે.
૭તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.
૮જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે;
૯પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી;
૧૦ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી તમે મને જોશો નહિ;
