યહોશુઆ ૧૫:૧૨
પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.યહોશુઆ ૧૫:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:12
- The west border was to the shore of the great sea. This is the border of the children of Judah according to their families.
- हिन्दी — यहोशू १५:१२
- और पश्चिम की सीमा महासमुद्र का तट ठहरा। यहूदियों को जो भाग उनके कुलों के अनुसार मिला उसकी चारों ओर की सीमा यही हुई।
સંદર્ભમાં
૧૦પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
૧૧તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
૧૨પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
૧૩યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો.
૧૪અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
