યહોશુઆ ૧૫:૧૪
અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.યહોશુઆ ૧૫:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:14
- Caleb drove out the three sons of Anak: Sheshai, and Ahiman, and Talmai, the children of Anak.
- हिन्दी — यहोशू १५:१४
- और कालेब ने वहाँ से शेशै, अहीमन, और तल्मै नामक, अनाक के तीनों पुत्रों को निकाल दिया।
સંદર્ભમાં
૧૨પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
૧૩યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા અનાકનો પિતા હતો.
૧૪અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
૧૫તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
૧૬કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
