યહોશુઆ ૧૭:૧૬
યૂસફના વંશજોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે.”યહોશુઆ ૧૭:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 17:16
- The children of Joseph said, “The hill country is not enough for us. All the Canaanites who dwell in the land of the valley have chariots of iron, both those who are in Beth Shean and its towns, and those who are in the valley of Jezreel.”
- हिन्दी — यहोशू १७:१६
- यूसुफ की सन्तान ने कहा, “वह पहाड़ी देश हमारे लिये छोटा है; और बेतशान और उसके नगरों में रहनेवाले, और यिज्रेल की तराई में रहनेवाले, जितने कनानी नीचे के देश में रहते हैं, उन सभी के पास लोहे के रथ हैं।”
સંદર્ભમાં
૧૪પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, “યહોવાહનો આશીર્વાદના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?”
૧૫યહોશુઆએ તેઓને કહ્યું, “જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઇમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.
૧૬યૂસફના વંશજોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે.”
૧૭ત્યારે યહોશુઆએ યૂસફના પુત્રો એફ્રાઇમને તથા મનાશ્શાને કહ્યું, “તમે એક મોટી પ્રજા ઘણાં પરાક્રમી છો. તેથી તને માત્ર દેશનો એક જ ભાગ મળશે એવું નથી.
૧૮પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ.”
