યહોશુઆ ૧૭:૧૪
પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, “યહોવાહનો આશીર્વાદના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?”યહોશુઆ ૧૭:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 17:14
- The children of Joseph spoke to Joshua, saying, “Why have you given me just one lot and one part for an inheritance, since we are a numerous people, because the LORD has blessed us so far?”
- हिन्दी — यहोशू १७:१४
- यूसुफ की सन्तान यहोशू से कहने लगी, “हम तो गिनती में बहुत हैं, क्योंकि अब तक यहोवा हमें आशीष ही देता आया है, फिर तूने हमारे भाग के लिये चिट्ठी डालकर क्यों एक ही अंश दिया है?”
સંદર્ભમાં
૧૨પણ હજી સુધી મનાશ્શાના પુત્રો તે નગરોને કબજે કરી શક્યા નહિ અને મૂળ રહેવાસીઓને કાઢી મૂકી શકયા નહિ એટલે કનાનીઓ આ દેશમાં રહ્યા.
૧૩જયારે ઇઝરાયલના લોકો મજબૂત થતાં ગયા, તેઓએ કનાનીઓને પાસે ભારે મજૂરી કરાવી, પણ તેઓને દૂર કરી શકયા નહિ.
૧૪પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, “યહોવાહનો આશીર્વાદના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?”
૧૫યહોશુઆએ તેઓને કહ્યું, “જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઇમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.
૧૬યૂસફના વંશજોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે.”
