યહોશુઆ ૧૮:૭
લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાહનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે.”યહોશુઆ ૧૮:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 18:7
- However, the Levites have no portion among you; for the priesthood of the LORD is their inheritance. Gad, Reuben, and the half-tribe of Manasseh have received their inheritance east of the Jordan, which Moses the servant of the LORD gave them.”
- हिन्दी — यहोशू १८:७
- और लेवियों का तुम्हारे मध्य में कोई भाग न होगा, क्योंकि यहोवा का दिया हुआ याजकपद ही उनका भाग है; और गाद, रूबेन, और मनश्शे के आधे गोत्र के लोग यरदन के पूर्व की ओर यहोवा के दास मूसा का दिया हुआ अपना-अपना भाग पा चुके हैं।”
સંદર્ભમાં
૫તેઓ તેના સાત વિભાગ કરે. યહૂદા દક્ષિણમાં પોતાના પ્રદેશની અંદર રહે, યૂસફના પુત્રો ઉત્તરમાં પોતાના પ્રદેશની અંદર રહેવાનું ચાલુ રાખે.
૬તમે સાત ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાહની આગળ હું અહીં તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ.
૭લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાહનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે.”
૮પછી તે માણસો ઊઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શીલોહમાં હું યહોવાહની આગળ તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ.”
૯તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.
