યહોશુઆ ૧૮:૯
તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.યહોશુઆ ૧૮:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 18:9
- The men went and passed through the land, and surveyed it by cities into seven portions in a book. They came to Joshua to the camp at Shiloh.
- हिन्दी — यहोशू १८:९
- तब वे पुरुष चल दिए, और उस देश में घूमें, और उसके नगरों के सात भाग करके उनका हाल पुस्तक में लिखकर शीलो की छावनी में यहोशू के पास आए।
સંદર્ભમાં
૭લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાહનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે.”
૮પછી તે માણસો ઊઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શીલોહમાં હું યહોવાહની આગળ તમારે સારુ ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ.”
૯તે માણસો જઈને દેશમાં બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે સાત ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું, દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શીલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા.
૧૦પછી યહોશુઆએ તેઓને સારુ શીલોહમાં યહોવાહની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયલના લોકોને-તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો.
૧૧બિન્યામીનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ ભાગ કરવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યૂસફના વંશજોની વચ્ચે આવેલો હતો.
