યહોશુઆ ૭:૩
તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે, “સર્વ લોકોને આયમાં મોકલવા નહિ. માત્ર બે કે ત્રણ હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહિ. કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે.”યહોશુઆ ૭:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 7:3
- They returned to Joshua, and said to him, “Don’t let all the people go up, but let about two or three thousand men go up and strike Ai. Don’t make all the people to toil there, for there are only a few of them.”
- हिन्दी — यहोशू ७:३
- और उन्होंने यहोशू के पास लौटकर कहा, “सब लोग वहाँ न जाएँ, कोई दो तीन हजार पुरुष जाकर आई को जीत सकते हैं; सब लोगों को वहाँ जाने का कष्ट न दे, क्योंकि वे लोग थोड़े ही हैं।”
સંદર્ભમાં
૧પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિષે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા. કેમ કે યહૂદાના કુળના ઝેરાહના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાહનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઊઠ્યો.
૨બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, “તમે જઈને તે દેશની જાસૂસી કરો.” તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી.
૩તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે, “સર્વ લોકોને આયમાં મોકલવા નહિ. માત્ર બે કે ત્રણ હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહિ. કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે.”
૪માટે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો ગયા, પણ આયના માણસોએ તેઓને નસાડ્યા.
૫અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.
