યહોશુઆ ૯:૭
ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા દેશમાં રહેતા હો. તો અમે કેવી રીતે તમારી સાથે સુલેહ કરીએ?”યહોશુઆ ૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 9:7
- The men of Israel said to the Hivites, “What if you live among us? How could we make a covenant with you?”
- हिन्दी — यहोशू ९:७
- इस्राएली पुरुषों ने उन हिब्बियों से कहा, “क्या जाने तुम हमारे मध्य में ही रहते हो; फिर हम तुम से वाचा कैसे बाँधे?”
સંદર્ભમાં
૫તેઓએ જૂનાં અને થીંગડાં મારેલા પગરખાં પોતાનાં પગમાં પહેર્યા અને જીર્ણ થયેલાં વસ્ત્રો પહેર્યા. તેઓને ભોજનમાં પૂરું પાડવામાં આવેલી રોટલી સૂકી અને ફુગાઈ ગયેલી હતી.
૬પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆ પાસે ગયા અને તેને અને ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે બહુ દૂર દેશથી આવ્યા છીએ, તેથી હવે અમારી સાથે સુલેહથી વર્તો.”
૭ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા દેશમાં રહેતા હો. તો અમે કેવી રીતે તમારી સાથે સુલેહ કરીએ?”
૮તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસો છીએ.” યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો?”
૯તેઓએ તેને કહ્યું, “તારા પ્રભુ યહોવાહનાં નામે, તારા દાસો ઘણે દૂર દેશથી અહીં આવ્યા છીએ. જે સર્વ તેમણે મિસરમાં કર્યું તેના વિષેનો અહેવાલ અમે સાંભળ્યો છે.
