યહોશુઆ ૯:૮
તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસો છીએ.” યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો?”યહોશુઆ ૯:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 9:8
- They said to Joshua, “We are your servants.” Joshua said to them, “Who are you? Where do you come from?”
- हिन्दी — यहोशू ९:८
- उन्होंने यहोशू से कहा, “हम तेरे दास हैं।” तब यहोशू ने उनसे कहा, “तुम कौन हो? और कहाँ से आए हो?”
સંદર્ભમાં
૬પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆ પાસે ગયા અને તેને અને ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે બહુ દૂર દેશથી આવ્યા છીએ, તેથી હવે અમારી સાથે સુલેહથી વર્તો.”
૭ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા દેશમાં રહેતા હો. તો અમે કેવી રીતે તમારી સાથે સુલેહ કરીએ?”
૮તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસો છીએ.” યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો?”
૯તેઓએ તેને કહ્યું, “તારા પ્રભુ યહોવાહનાં નામે, તારા દાસો ઘણે દૂર દેશથી અહીં આવ્યા છીએ. જે સર્વ તેમણે મિસરમાં કર્યું તેના વિષેનો અહેવાલ અમે સાંભળ્યો છે.
૧૦અને યર્દનની પેલે પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનના રાજા સીહોનને, અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગને તેમણે જે સર્વ કર્યું તે પણ અમે સાંભળ્યું છે.
