ન્યાયાધીશો ૧૨:૧
એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.”ન્યાયાધીશો ૧૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 12:1
- The men of Ephraim were gathered together, and passed northward; and they said to Jephthah, “Why did you pass over to fight against the children of Ammon, and didn’t call us to go with you? We will burn your house around you with fire!”
- हिन्दी — न्यायियों १२:१
- तब एप्रैमी पुरुष इकट्ठे होकर सापोन को जाकर यिप्तह से कहने लगे, “जब तू अम्मोनियों से लड़ने को गया तब हमें संग चलने को क्यों नहीं बुलवाया? हम तेरा घर तुझ समेत जला देंगे ।”
સંદર્ભમાં
૧એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.”
૨યિફતાએ તેઓને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.
૩જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?”
