Skip to content
Methodist Church Nadiad

ન્યાયાધીશો ૧૨:૨

યિફતાએ તેઓને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.

ન્યાયાધીશો ૧૨:૨ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJudges 12:2
Jephthah said to them, “I and my people were at great strife with the children of Ammon; and when I called you, you didn’t save me out of their hand.
हिन्दीन्यायियों १२:२
यिप्तह ने उनसे कहा, “मेरा और मेरे लोगों का अम्मोनियों से बड़ा झगड़ा हुआ था; और जब मैंने तुम से सहायता माँगी, तब तुम ने मुझे उनके हाथ से नहीं बचाया।

સંદર્ભમાં

એફ્રાઇમના માણસો એકત્ર થઈને યર્દન નદી પાર કરીને ઉત્તરના ઝફોન નગર તરફ ગયા. તેઓએ યિફતાને કહ્યું, “તું આમ્મોનીઓની વિરુદ્ધ લડવા ગયો ત્યારે તારી સાથે જવા માટે તેં અમને કેમ બોલાવ્યા નહિ? અમે તને તારા ઘરમાં પૂરીને આગ લગાડીશું.”

યિફતાએ તેઓને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે સંઘર્ષ ચાલતો હતો. જયારે મેં તમને બોલાવ્યા, ત્યારે તમે મને તેઓથી બચાવ્યો ન હતો.

જયારે મેં જોયું કે તમે મને બચાવ્યો નહિ, ત્યારે હું મારો જીવ જોખમમાં નાખીને આમ્મોનીઓની સામે ગયો અને ઈશ્વરે મને વિજય અપાવ્યો. હવે તમે શા માટે આજે મારી વિરુદ્ધ લડવાને આવ્યા છો?”

યિફતાએ ગિલ્યાદના સર્વ માણસોને એકત્ર કર્યા અને એફ્રાઇમીઓ વિરુદ્ધ લડાઈ કરી. ગિલ્યાદના માણસોએ એફ્રાઇમના માણસો પર હુમલો કર્યો કેમ કે તેઓએ કહ્યું, “તમે એફ્રાઇમ તથા મનાશ્શા મધ્યે રહેનારા ગિલ્યાદીઓ - એફ્રાઇમથી નાસી આવેલા છો.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.