Skip to content
Methodist Church Nadiad

ન્યાયાધીશો ૧૬:૧૩

દલિલાએ સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તેં મને છેતરીને મને જૂઠી વાતો કહી છે. હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ?” સામસૂને તેને કહ્યું, “જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ.

ન્યાયાધીશો ૧૬:૧૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJudges 16:13
Delilah said to Samson, “Until now, you have mocked me and told me lies. Tell me with what you might be bound.” He said to her, “If you weave the seven locks of my head with the fabric on the loom.”
हिन्दीन्यायियों १६:१३
तब दलीला ने शिमशोन से कहा, “अब तक तू मुझसे छल करता, और झूठ बोलता आया है; अब मुझे बता दे कि तू किस से बन्ध सकता है?” उसने कहा, “यदि तू मेरे सिर की सातों लटें ताने में बुने तो बन्ध सकूँगा।”

સંદર્ભમાં

૧૧તેણે તેને કહ્યું, “જે દોરડાનો ઉપયોગ કદી કોઈ કામમાં કરાયો ન હોય તેવા નવા દોરડાથી જો તેઓ મને બાંધે તો હું અન્ય માણસો જેવો નિર્બળ થઈ જઈશ.”

૧૨તેથી દલિલાએ નવા દોરડાં લીધા. અને તેનાથી સામસૂનને બાંધ્યો. પછી તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” માણસો અંદરની ઓરડીમાં સંતાઈ રહ્યા હતા. પણ સામસૂને દોરડાંને સૂતરની દોરીની માફક પોતાના હાથ પરથી ફટાફટ તોડી નાખ્યાં.

૧૩દલિલાએ સામસૂનને કહ્યું, “અત્યાર સુધી તેં મને છેતરીને મને જૂઠી વાતો કહી છે. હવે અમને કહે કે કેવી રીતે અમે તને હરાવી શકીએ?” સામસૂને તેને કહ્યું, “જો તું મારા માથાના વાળની સાત લટો તાણાની સાથે વણે તો હું અન્ય માણસો જેવો થઈ જઈશ.

૧૪જયારે તે સૂતો હતો, ત્યારે દલિલાએ સાળના ખીલા સાથે તે બાંધીને તેને કહ્યું, “સામસૂન, પલિસ્તીઓ તારા પર આવી પડ્યા છે!” તેણે પોતાની ઊંઘમાંથી જાગીને સાળનો ખીલો તથા તાણા ખેંચી કાઢ્યાં.

૧૫તેણે તેને કહ્યું, “તું મને કેવી રીતે કહી શકે કે, હું તને પ્રેમ કરું છું, કેમ કે તું મને તારી હર્દયની વાતો તો જણાવતો નથી? આ ત્રણવાર તેં મારી મશ્કરી કરી છે અને તારું મહા બળ શામાં રહેલું છે તે મને કહ્યું નથી.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.