ન્યાયાધીશો ૧૬:૨૭
હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું. અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જયારે સામસૂન તેઓને મનોરંજન કરાવતો હતો, ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો હતાં.ન્યાયાધીશો ૧૬:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 16:27
- Now the house was full of men and women; and all the lords of the Philistines were there; and there were on the roof about three thousand men and women, who saw while Samson performed.
- हिन्दी — न्यायियों १६:२७
- वह घर तो स्त्री पुरुषों से भरा हुआ था; पलिश्तियों के सब सरदार भी वहाँ थे, और छत पर कोई तीन हजार स्त्री और पुरुष थे, जो शिमशोन को तमाशा करते हुए देख रहे थे।
સંદર્ભમાં
૨૫જયારે તેઓ ઉજવણી કરતા હતા, ત્યારે તેઓએ કહ્યું, “સામસૂનને બોલાવો, તે આપણું મનોરંજન કરે.” અને તેઓ સામસૂનને કેદખાનામાંથી બહાર લઈ આવ્યા. અને તેણે તેઓનું મનોરંજન કર્યું. તેઓએ તેને થાંભલાઓની વચ્ચે ઊભો રાખ્યો.
૨૬જે જુવાને તેનો હાથ પકડ્યો હતો તેને સામસૂને કહ્યું, “જે થાંભલાઓ પર આ ઇમારતનો આધાર રહેલો છે તે મને પકડવા દે, જેથી હું તેનો ટેકો દઈને ઊભો રહું.”
૨૭હવે તે ઇમારત તો પુરુષોથી તથા સ્ત્રીઓથી ભરેલું હતું. અને પલિસ્તીઓના સર્વ શાસકો ત્યાં હતા. જયારે સામસૂન તેઓને મનોરંજન કરાવતો હતો, ત્યારે અગાસી ઉપર તેને જોનારા પુરુષ તથા સ્ત્રીઓ મળીને આશરે ત્રણ હજાર માણસો હતાં.
૨૮સામસૂને ઈશ્વરને યાદ કરીને કહ્યું, “પ્રભુ, ઈશ્વર, મને સ્મરણમાં લો, કૃપા કરીને આટલી એક વાર મને સામર્થ્યવાન કરો, કે જેથી હું મારી બન્ને આંખો ફોડ્યાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળી શકું.”
૨૯વચ્ચેના બન્ને થાંભલા જેના પર ઇમારતનો આધાર રહેલો હતો, તે સ્થંભો સામસૂને પકડ્યા, એકને જમણાં હાથથી અને બીજાને ડાબા હાથથી અને તેમને અઢેલીને તે ઊભો રહ્યો.
