ન્યાયાધીશો ૧૬:૭
સામસૂને તેને કહ્યું, “કદી સુકાયેલા ના હોય એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ.”ન્યાયાધીશો ૧૬:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 16:7
- Samson said to her, “If they bind me with seven green cords that were never dried, then shall I become weak, and be as another man.”
- हिन्दी — न्यायियों १६:७
- शिमशोन ने उससे कहा, “यदि मैं सात ऐसी नई-नई ताँतों से बाँधा जाऊँ जो सुखाई न गई हों, तो मेरा बल घट जाएगा, और मैं साधारण मनुष्य सा हो जाऊँगा।”
સંદર્ભમાં
૫પલિસ્તીઓના શાસકોએ તેની પાસે આવીને તેને કહ્યું, “તું સામસૂનને પટાવીને પૂછીલે કે, તેનું મહા બળ શામાં રહેલું છે? કેવી રીતે અમે તેને બાંધીને તેના પર પ્રબળ થઈએ અને તેને હરાવીએ? જો તું આમ કરીશ તો અમારામાંનો પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.”
૬અને દલિલાએ સામસૂનને કહ્યું, “કૃપા કરીને, તું મને કહે કે, તારું મહા બળ શામાં રહેલું છે, તું કેવી રીતે બંધાય અને જેથી તું નિર્બળ થાય?”
૭સામસૂને તેને કહ્યું, “કદી સુકાયેલા ના હોય એવા સાત લીલા બંધથી જો તેઓ મને બાંધે, તો હું નિર્બળ થઈને બીજા માણસો જેવો થઈ જઈશ.”
૮ત્યારે પલિસ્તીઓના શાસકો કદી ન સુકાયેલા એવા સાત લીલા પણછ તેની પાસે લાવ્યા અને તેણીએ સામસૂનને તેનાથી બાંધ્યો.
૯હવે તેણે છાની રીતે માણસોને તેની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. તેણે તેને કહ્યું, સામસૂન!” પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે!” પણ શણની એક દોરી આગને અડક્યાથી તૂટી જાય તેમ તેણે તે બાંધેલા બંધનો તોડી નાખ્યાં. એમ તેઓ તેના બળ વિષે જાણી શક્યા નહિ.
