ન્યાયાધીશો ૧૭:૭
હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.ન્યાયાધીશો ૧૭:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 17:7
- There was a young man out of Bethlehem Judah, of the family of Judah, who was a Levite; and he lived there.
- हिन्दी — न्यायियों १७:७
- यहूदा के कुल का एक जवान लेवीय यहूदा के बैतलहम में परदेशी होकर रहता था।
સંદર્ભમાં
૫મિખાના ઘરે દેવસ્થાન હતું, તેણે એફોદ તથા દેવસ્થાન બનાવ્યાં અને પોતાના દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેઓનો યાજક બનાવ્યો.
૬તે દિવસોમાં ઇઝરાયલમાં રાજા નહોતો અને દરેક પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે જ તે કરતો હતો.
૭હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.
૮તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.
૯મિખાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે? “તે માણસે તેને કહ્યું કે, “હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે.”
