ન્યાયાધીશો ૧૭:૯
મિખાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે? “તે માણસે તેને કહ્યું કે, “હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે.”ન્યાયાધીશો ૧૭:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 17:9
- Micah said to him, “Where did you come from?” He said to him, “I am a Levite of Bethlehem Judah, and I am looking for a place to live.”
- हिन्दी — न्यायियों १७:९
- मीका ने उससे पूछा, “तू कहाँ से आता है?” उसने कहा, “मैं तो यहूदा के बैतलहम से आया हुआ एक लेवीय हूँ, और इसलिए चला जाता हूँ, कि जहाँ कहीं ठिकाना मुझे मिले वहीं रहूँ।”
સંદર્ભમાં
૭હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.
૮તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.
૯મિખાએ તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે? “તે માણસે તેને કહ્યું કે, “હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે.”
૧૦મિખાએ તેને કહ્યું, “મારી સાથે રહે અને મારો સલાહકાર તથા યાજક થા. હું તને દર વર્ષે ચાંદીના દસ સિક્કા , એક જોડ વસ્ત્રો અને ખાવાનું આપીશ.” તેથી લેવી અંદર ગયો.
૧૧તે જુવાન લેવી મિખાની સાથે રહેવાને રાજી હતો અને મિખા માટે પોતાના દીકરા સમાન બન્યો.
