ન્યાયાધીશો ૧૯:૧૬
પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.ન્યાયાધીશો ૧૯:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 19:16
- Behold, an old man came from his work out of the field at evening. Now the man was from the hill country of Ephraim, and he lived in Gibeah; but the men of the place were Benjamites.
- हिन्दी — न्यायियों १९:१६
- तब एक बूढ़ा अपने खेत के काम को निपटाकर साँझ को चला आया; वह तो एप्रैम के पहाड़ी देश का था, और गिबा में परदेशी होकर रहता था; परन्तु उस स्थान के लोग बिन्यामीनी थे।
સંદર્ભમાં
૧૪તેથી તેઓ આગળ જવાનું જારી રાખ્યું. જયારે બિન્યામીનના પ્રદેશના ગિબયા પાસે તેઓ પહોચ્યાં ત્યારે સૂર્યાસ્ત થયો.
૧૫તેઓએ ગિબયામાં જઈને રાત વિતાવી. અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહિ.
૧૬પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.
૧૭તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, “તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?”
૧૮લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.
