Skip to content
Methodist Church Nadiad

ન્યાયાધીશો ૧૯:૧૮

લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.

ન્યાયાધીશો ૧૯:૧૮ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishJudges 19:18
He said to him, “We are passing from Bethlehem Judah to the farther side of the hill country of Ephraim. I am from there, and I went to Bethlehem Judah. I am going to the LORD’s house; and there is no one who has taken me into his house.
हिन्दीन्यायियों १९:१८
उसने उससे कहा, “हम लोग तो यहूदा के बैतलहम से आकर एप्रैम के पहाड़ी देश की परली ओर जाते हैं, मैं तो वहीं का हूँ; और यहूदा के बैतलहम तक गया था, और अब यहोवा के भवन को जाता हूँ, परन्तु कोई मुझे अपने घर में नहीं टिकाता।

સંદર્ભમાં

૧૬પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.

૧૭તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, “તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?”

૧૮લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.

૧૯અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”

૨૦વૃદ્ધ માણસે તેઓની ખબરઅંતર પૂછી અને કહ્યું, “તમને શાંતિ થાઓ! હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ. તમારી સંભાળ રાખીશ. તમે રસ્તામાં રોકાઈ જશો નહિ.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.