ન્યાયાધીશો ૪:૧૮
યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, “ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ.” તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.ન્યાયાધીશો ૪:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 4:18
- Jael went out to meet Sisera, and said to him, “Turn in, my lord, turn in to me; don’t be afraid.” He came in to her into the tent, and she covered him with a rug.
- हिन्दी — न्यायियों ४:१८
- तब याएल सीसरा की भेंट के लिये निकलकर उससे कहने लगी, “हे मेरे प्रभु, आ, मेरे पास आ, और न डर।” तब वह उसके पास डेरे में गया, और उसने उसके ऊपर कम्बल डाल दिया।
સંદર્ભમાં
૧૬પણ બારાક વિદેશીઓના હરોશેથ-હગોઈમ સુધી સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તલવારે મરાયું અને એકપણ માણસ બચ્યો નહિ.
૧૭પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર કેનીના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.
૧૮યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, “ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ.” તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.
૧૯સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે.” તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.
૨૦તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’”
