ન્યાયાધીશો ૪:૨૦
તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’”ન્યાયાધીશો ૪:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 4:20
- He said to her, “Stand in the door of the tent, and if any man comes and inquires of you, and says, ‘Is there any man here?’ you shall say, ‘No.’”
- हिन्दी — न्यायियों ४:२०
- तब उसने उससे कहा, “डेरे के द्वार पर खड़ी रह, और यदि कोई आकर तुझ से पूछे, ‘यहाँ कोई पुरुष है?’ तब कहना, ‘कोई भी नहीं।’”
સંદર્ભમાં
૧૮યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, “ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ.” તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.
૧૯સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે.” તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.
૨૦તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’”
૨૧પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.
૨૨જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.
