ન્યાયાધીશો ૪:૨૨
જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.ન્યાયાધીશો ૪:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 4:22
- Behold, as Barak pursued Sisera, Jael came out to meet him, and said to him, “Come, and I will show you the man whom you seek.” He came to her; and behold, Sisera lay dead, and the tent peg was in his temples.
- हिन्दी — न्यायियों ४:२२
- जब बाराक सीसरा का पीछा करता हुआ आया, तब याएल उससे भेंट करने के लिये निकली, और कहा, “इधर आ, जिसका तू खोजी है उसको मैं तुझे दिखाऊँगी।” तब उसने उसके साथ जाकर क्या देखा; कि सीसरा मरा पड़ा है, और वह खूँटी उसकी कनपटी में गड़ी है।
સંદર્ભમાં
૨૦તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’”
૨૧પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.
૨૨જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.
૨૩આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની સામે હરાવ્યો.
૨૪ઇઝરાયલના લોકો કનાનના રાજા યાબીનની સામે વધારે અને વધારે ભારે થતાં ગયા. એટલા બધા બળવાન થયા કે તેઓએ તેનો નાશ કર્યો.
