ન્યાયાધીશો ૫:૩૦
‘શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળા ની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?’ન્યાયાધીશો ૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Judges 5:30
- ‘Have they not found, have they not divided the plunder? A lady, two ladies to every man; to Sisera a plunder of dyed garments, a plunder of dyed garments embroidered, of dyed garments embroidered on both sides, on the necks of the plunder?’
- हिन्दी — न्यायियों ५:३०
- ‘क्या उन्होंने लूट पाकर बाँट नहीं ली? क्या एक-एक पुरुष को एक-एक वरन् दो-दो कुँवारियाँ; और सीसरा को रंगीले वस्त्र की लूट, वरन् बूटे काढ़े हुए रंगीले वस्त्र की लूट, और लूटे हुओं के गले में दोनों ओर बूटे काढ़े हुए रंगीले वस्त्र नहीं मिले?’
સંદર્ભમાં
૨૮સીસરાની માતાએ બારીમાંથી જોયું, જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?’
૨૯તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું,
૩૦‘શું તેઓને લૂંટ તો મળી નહિ હોય? શું, તેઓએ તે વહેંચી તો લીધી નહિ હોય? પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુંમારિકા મળી હશે; શું, સીસરાને રંગબેરંગી વસ્ત્રનો હિસ્સો તથા રંગબેરંગી ભરતકામનો હિસ્સો, એટલે મારા ગળા ની બન્ને બાજુએ રંગબેરંગી ભરત ભરેલો વસ્ત્રનો હિસ્સો મળ્યો હશે?’
૩૧હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે, પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ. ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.
