લેવી ૭:૨૯
“ઇઝરાયલી લોકોને આમ કહે કે, ‘જે કોઈ વ્યક્તિ યહોવાહને શાંત્યર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાહને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો.લેવી ૭:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 7:29
- “Speak to the children of Israel, saying, ‘He who offers the sacrifice of his peace offerings to the LORD shall bring his offering to the LORD out of the sacrifice of his peace offerings.
- हिन्दी — लैव्यव्यवस्था ७:२९
- “इस्राएलियों से इस प्रकार कह: जो यहोवा के लिये मेलबलि चढ़ाए वह उसी मेलबलि में से यहोवा के पास भेंट ले आए;
સંદર્ભમાં
૨૭જે વ્યક્તિ કોઈપણનું રક્ત ખાય તો તે માણસ તેના લોકોમાંથી અલગ કરાય.’”
૨૮તેથી યહોવાહે મૂસાને કહ્યું,
૨૯“ઇઝરાયલી લોકોને આમ કહે કે, ‘જે કોઈ વ્યક્તિ યહોવાહને શાંત્યર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાહને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો.
૩૦તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.
૩૧યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારુન તથા તેના વંશજોનો થાય.
