લેવી ૭:૩૦
તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.લેવી ૭:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 7:30
- With his own hands he shall bring the offerings of the LORD made by fire. He shall bring the fat with the breast, that the breast may be waved for a wave offering before the LORD.
- हिन्दी — लैव्यव्यवस्था ७:३०
- वह अपने ही हाथों से यहोवा के हव्य को, अर्थात् छाती समेत चर्बी को ले आए कि छाती हिलाने की भेंट करके यहोवा के सामने हिलाई जाए।
સંદર્ભમાં
૨૮તેથી યહોવાહે મૂસાને કહ્યું,
૨૯“ઇઝરાયલી લોકોને આમ કહે કે, ‘જે કોઈ વ્યક્તિ યહોવાહને શાંત્યર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાહને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો.
૩૦તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.
૩૧યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારુન તથા તેના વંશજોનો થાય.
૩૨તમારાં શાંત્યર્પણોના યજ્ઞોમાંથી જમણી જાંઘ ઉચ્છાલીયાર્પણને સારુ તમારે યાજકને આપવી.
