લેવી ૯:૪
આ ઉપરાંત શાંત્યર્પણોને માટે યહોવાહની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવાહ આજે તમને દર્શન આપશે.’લેવી ૯:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 9:4
- and a bull and a ram for peace offerings, to sacrifice before the LORD; and a meal offering mixed with oil: for today the LORD appears to you.’”
- हिन्दी — लैव्यव्यवस्था ९:४
- और मेलबलि के लिये यहोवा के सम्मुख चढ़ाने के लिये एक बैल और एक मेढ़ा, और तेल से सने हुए मैदे का एक अन्नबलि भी ले लो; क्योंकि आज यहोवा तुम को दर्शन देगा।’”
સંદર્ભમાં
૨તેણે હારુનને કહ્યું, “તું પશુઓના ટોળામાંથી ખામી વગરનો એક બળદ પાપાર્થાર્પણને માટે તથા દહનીયાર્પણને માટે ખામી વગરનો એક ઘેટો લઈને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કર.
૩તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે પાપાર્થાર્પણને માટે એક બકરો અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા ઘેટો, બન્ને એક વર્ષના તથા ખામી વગરના લેવા.
૪આ ઉપરાંત શાંત્યર્પણોને માટે યહોવાહની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવાહ આજે તમને દર્શન આપશે.’
૫આથી જે વિષે મૂસાએ તેઓને આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇઝરાયલની સમગ્ર પ્રજા યહોવાહની સમક્ષ આવીને ઊભી રહી.
૬પછી મૂસાએ કહ્યું, “યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે.”
