લેવી ૯:૬
પછી મૂસાએ કહ્યું, “યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે.”લેવી ૯:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Leviticus 9:6
- Moses said, “This is the thing which the LORD commanded that you should do; and the LORD’s glory shall appear to you.”
- हिन्दी — लैव्यव्यवस्था ९:६
- तब मूसा ने कहा, “यह वह काम है जिसके करने के लिये यहोवा ने आज्ञा दी है कि तुम उसे करो; और यहोवा की महिमा का तेज तुम को दिखाई पड़ेगा।”
સંદર્ભમાં
૪આ ઉપરાંત શાંત્યર્પણોને માટે યહોવાહની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવાહ આજે તમને દર્શન આપશે.’
૫આથી જે વિષે મૂસાએ તેઓને આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇઝરાયલની સમગ્ર પ્રજા યહોવાહની સમક્ષ આવીને ઊભી રહી.
૬પછી મૂસાએ કહ્યું, “યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે આ છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે.”
૭મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ અને તારે પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને માટે પ્રાયશ્ચિત કર. જેમ યહોવાહે આજ્ઞા આપી તેમ.”
૮માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો.
