લૂક ૧૨:૪૭
જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.લૂક ૧૨:૪૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 12:47
- That servant who knew his lord’s will, and didn’t prepare nor do what he wanted, will be beaten with many stripes,
- हिन्दी — लूका १२:४७
- और वह दास जो अपने स्वामी की इच्छा जानता था , और तैयार न रहा और न उसकी इच्छा के अनुसार चला, बहुत मार खाएगा।
સંદર્ભમાં
૪૫પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે;
૪૬તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
૪૭જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
૪૮પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.
૪૯હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?
