લૂક ૧૨:૪૯
હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?લૂક ૧૨:૪૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Luke 12:49
- “I came to throw fire on the earth. I wish it were already kindled.
- हिन्दी — लूका १२:४९
- “मैं पृथ्वी पर आग लगाने आया हूँ; और क्या चाहता हूँ केवल यह कि अभी सुलग जाती!
સંદર્ભમાં
૪૭જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
૪૮પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.
૪૯હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?
૫૦પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?
૫૧શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું.
