માલાખી ૨:૧
અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.માલાખી ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Malachi 2:1
- “Now, you priests, this commandment is for you.
- हिन्दी — मलाकी २:१
- “अब हे याजकों, यह आज्ञा तुम्हारे लिये है।
સંદર્ભમાં
૧અને હવે, હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.
૨સૈન્યોના યહોવાહ કહે છે, “જો તમે મને સાંભળો નહિ અને મારા નામને મહિમા આપવાનું તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, અને તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે, કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી.
૩જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.
