માર્ક ૧૫:૩
મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.માર્ક ૧૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Mark 15:3
- The chief priests accused him of many things.
- हिन्दी — मरकुस १५:३
- और प्रधान याजक उस पर बहुत बातों का दोष लगा रहे थे।
સંદર્ભમાં
૧સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.
૨પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’”
૩મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.
૪પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’
૫પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.
