માથ્થી ૧૯:૮
ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.માથ્થી ૧૯:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 19:8
- He said to them, “Moses, because of the hardness of your hearts, allowed you to divorce your wives, but from the beginning it has not been so.
- हिन्दी — मत्ती १९:८
- उसने उनसे कहा, “मूसा ने तुम्हारे मन की कठोरता के कारण तुम्हें अपनी पत्नी को छोड़ देने की अनुमति दी, परन्तु आरम्भ में ऐसा नहीं था।
સંદર્ભમાં
૬માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”
૭તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?”
૮ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.
૯હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.”
૧૦તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.”
