માથ્થી ૨૫:૧૯
હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો.માથ્થી ૨૫:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Matthew 25:19
- “Now after a long time the lord of those servants came, and settled accounts with them.
- हिन्दी — मत्ती २५:१९
- “बहुत दिनों के बाद उन दासों का स्वामी आकर उनसे लेखा लेने लगा।
સંદર્ભમાં
૧૭તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો.
૧૮પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું.
૧૯હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો.
૨૦ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’
૨૧ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”
