મીખાહ ૩:૧
મેં કહ્યું, “હે યાકૂબના આગેવાનો, અને ઇઝરાયલ દેશના શાસકો, હવે સાંભળો; શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી?મીખાહ ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 3:1
- I said, “Please listen, you heads of Jacob, and rulers of the house of Israel: Isn’t it for you to know justice?
- हिन्दी — मीका ३:१
- मैंने कहा: हे याकूब के प्रधानों, हे इस्राएल के घराने के न्यायियों, सुनो! क्या न्याय का भेद जानना तुम्हारा काम नहीं?
સંદર્ભમાં
૧મેં કહ્યું, “હે યાકૂબના આગેવાનો, અને ઇઝરાયલ દેશના શાસકો, હવે સાંભળો; શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી?
૨તમે જેઓ ન્યાયને ધિક્કારો છો, અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.
૩તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો, તેમના હાડકાં ભાંગી નાખો છો, અને તેના ટુકડે ટુકડા કરો છો, તેને માંસની જેમ રાંધવા માટે, તમે તેને કઢાઈમાં પાથરી દો છો.
