મીખાહ ૩:૨
તમે જેઓ ન્યાયને ધિક્કારો છો, અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.મીખાહ ૩:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 3:2
- You who hate the good, and love the evil; who tear off their skin, and their flesh from off their bones;
- हिन्दी — मीका ३:२
- तुम तो भलाई से बैर, और बुराई से प्रीति रखते हो , मानो, तुम, लोगों पर से उनकी खाल उधेड़ लेते, और उनकी हड्डियों पर से उनका माँस नोच लेते हो;
સંદર્ભમાં
૧મેં કહ્યું, “હે યાકૂબના આગેવાનો, અને ઇઝરાયલ દેશના શાસકો, હવે સાંભળો; શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી?
૨તમે જેઓ ન્યાયને ધિક્કારો છો, અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો.
૩તમે મારા લોકોનું માંસ ખાઓ છો, તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો, તેમના હાડકાં ભાંગી નાખો છો, અને તેના ટુકડે ટુકડા કરો છો, તેને માંસની જેમ રાંધવા માટે, તમે તેને કઢાઈમાં પાથરી દો છો.
૪પછી તમે યહોવાહને વિનંતી કરશો, પણ તે તમને ઉત્તર નહિ આપે. તેથી તે સમયે તે તમારાથી મુખ ફેરવી લેશે. કારણ કે તમે અનિષ્ટ કામો કર્યા છે.”
