મીખાહ ૪:૧૨
પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી, અને તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે.મીખાહ ૪:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 4:12
- But they don’t know the thoughts of the LORD, neither do they understand his counsel; for he has gathered them like the sheaves to the threshing floor.
- हिन्दी — मीका ४:१२
- परन्तु वे यहोवा की कल्पनाएँ नहीं जानते , न उसकी युक्ति समझते हैं, कि वह उन्हें ऐसा बटोर लेगा जैसे खलिहान में पूले बटोरे जाते हैं।
સંદર્ભમાં
૧૦હે સિયોનની દીકરી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર. કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે, ખેતરમાં રહેશે, અને બાબિલમાં પણ જશે; ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે; ત્યાં યહોવાહ તને તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે.
૧૧હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે; તેઓ કહે છે કે, ‘તેને અશુદ્ધ કરીએ; સિયોન ઉપર આપણી આંખો લગાવીએ.’”
૧૨પ્રબોધક કહે છે, તેઓ યહોવાહના વિચારોને જાણતા નથી, અને તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે.
૧૩યહોવાહ કહે છે, “હે સિયોનની દીકરી, ઊઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાંને લોખંડનાં, અને તારી ખરીઓ કાંસાની બનાવીશ; તું તેના વડે ઘણાં લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાહને, અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે.”
