મીખાહ ૭:૧૬
અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે.મીખાહ ૭:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 7:16
- The nations will see and be ashamed of all their might. They will lay their hand on their mouth. Their ears will be deaf.
- हिन्दी — मीका ७:१६
- अन्यजातियाँ देखकर अपने सारे पराक्रम के विषय में लजाएँगी; वे अपने मुँह को हाथ से छिपाएँगी, और उनके कान बहरे हो जाएँगे।
સંદર્ભમાં
૧૪તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.
૧૫મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ, હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.
૧૬અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે.
૧૭તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.
૧૮તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.
