મીખાહ ૭:૧૪
તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.મીખાહ ૭:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Micah 7:14
- Shepherd your people with your staff, the flock of your heritage, who dwell by themselves in a forest. Let them feed in the middle of fertile pasture land, in Bashan and Gilead, as in the days of old.
- हिन्दी — मीका ७:१४
- तू लाठी लिये हुए अपनी प्रजा की चरवाही कर , अर्थात् अपने निज भाग की भेड़-बकरियों की, जो कर्मेल के वन में अलग बैठती हैं; वे पूर्वकाल के समान बाशान और गिलाद में चरा करें।
સંદર્ભમાં
૧૨તે દિવસે આશ્શૂરથી તથા મિસરના નગરોથી, મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી , તથા સમુદ્રથી સમુદ્ર સુધીના, તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના, લોકો તે દિવસે તારી પાસે આવશે.
૧૩તોપણ તેમાં રહેતા લોકોને કારણે, તેઓનાં કર્મોના ફળને કારણે, તે દેશો ઉજ્જડ થઈ જશે.
૧૪તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.
૧૫મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ, હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.
૧૬અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે.
