નાહૂમ ૨:૭
નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ છાતી કૂટીને કબૂતરનાં જેવો વિલાપ કરે છે.નાહૂમ ૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nahum 2:7
- It is decreed: she is uncovered, she is carried away; and her servants moan as with the voice of doves, beating on their breasts.
- हिन्दी — नहूम २:७
- हुसेब नंगी करके बँधुआई में ले ली जाएगी, और उसकी दासियाँ छाती पीटती हुई पिण्डुकों के समान विलाप करेंगी।
સંદર્ભમાં
૫તે પોતાના અધિકારીઓને ગોઠવે છે; તેઓ કૂચ કરતા ઠોકર ખાય છે, તેઓ કોટ પર હુમલો કરવા આગળ ધસે છે. હુમલો કરનારાઓથી રક્ષણ મેળવવા ભાલા તૈયાર કરવામાં આવ્યા છે.
૬નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે.
૭નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ છાતી કૂટીને કબૂતરનાં જેવો વિલાપ કરે છે.
૮નિનવે પાણીના સરોવર જેવું છે, જેમ પાણી વહી જાય છે તેમ તેનાથી લોકો દૂર નાસી જાય છે. તેઓ પોકારે છે, “ઊભા રહો, ઊભા રહો,” પણ કોઈ પાછું ફરતું નથી.
૯તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સુંદર વસ્તુઓનો ગૌરવનો ત્યાં કોઈ અંત નથી.
