નાહૂમ ૨:૯
તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સુંદર વસ્તુઓનો ગૌરવનો ત્યાં કોઈ અંત નથી.નાહૂમ ૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nahum 2:9
- Take the plunder of silver. Take the plunder of gold, for there is no end of treasure, an abundance of every precious thing.
- हिन्दी — नहूम २:९
- चाँदी को लूटो, सोने को लूटो, उसके रखे हुए धन की बहुतायत, और वैभव की सब प्रकार की मनभावनी सामग्री का कुछ परिमाण नहीं।
સંદર્ભમાં
૭નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ છાતી કૂટીને કબૂતરનાં જેવો વિલાપ કરે છે.
૮નિનવે પાણીના સરોવર જેવું છે, જેમ પાણી વહી જાય છે તેમ તેનાથી લોકો દૂર નાસી જાય છે. તેઓ પોકારે છે, “ઊભા રહો, ઊભા રહો,” પણ કોઈ પાછું ફરતું નથી.
૯તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સુંદર વસ્તુઓનો ગૌરવનો ત્યાં કોઈ અંત નથી.
૧૦નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.
૧૧જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ જુવાન સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે?
