નહેમ્યા ૩:૧૬
તેની બાજુમાં આઝબૂકનો દીકરો નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જીલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.નહેમ્યા ૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:16
- After him, Nehemiah the son of Azbuk, the ruler of half the district of Beth Zur, made repairs to the place opposite the tombs of David, and to the pool that was made, and to the house of the mighty men.
- हिन्दी — नहेम्याह ३:१६
- उसके बाद अजबूक के पुत्र नहेम्याह ने जो बेतसूर के आधे जिले का हाकिम था, दाऊद के कब्रिस्तान के सामने तक और बनाए हुए जलकुण्ड तक, वरन् वीरों के घर तक भी मरम्मत की।
સંદર્ભમાં
૧૪કચરાના દરવાજાનું સમારકામ રેખાબનો દીકરો માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. તેણે તેનું સમારકામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા. તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી.
૧૫કારંજાના દરવાજાની મરામત કોલ-હોઝેહનો દીકરો શાલ્લુમ, જે મિસ્પાના જિલ્લાનો અધિકારી હતો, તે કરતો હતો. તેણે તે સમારકામ કરી તેનાં બારણા બેસાડ્યા. તેમને મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી. રાજાના બગીચા પાસેના શેલાના તળાવની દીવાલ પણ છેક દાઉદનગરમાંથી ઊતરવાની સીડી સુધી બાંધ્યો.
૧૬તેની બાજુમાં આઝબૂકનો દીકરો નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જીલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.
૧૭તેના પછી લેવીઓ સમારકામ કરતા હતા, એટલે બાનીના દીકરો રહૂમ. તેની પાસે હશાબ્યા, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો.
૧૮તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવ્વાય , જે કઈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો. તે સમારકામ કરતો હતો.
