નહેમ્યા ૩:૧૮
તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવ્વાય , જે કઈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો. તે સમારકામ કરતો હતો.નહેમ્યા ૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:18
- After him, their brothers, Bavvai the son of Henadad, the ruler of half the district of Keilah made repairs.
- हिन्दी — नहेम्याह ३:१८
- उसके बाद उनके भाइयों समेत कीला के आधे जिले के हाकिम हेनादाद के पुत्र बव्वै ने मरम्मत की।
સંદર્ભમાં
૧૬તેની બાજુમાં આઝબૂકનો દીકરો નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જીલ્લાનો અધિકારી હતો, તેણે દાઉદની કબરોની સામેની જગ્યા સુધી તથા ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.
૧૭તેના પછી લેવીઓ સમારકામ કરતા હતા, એટલે બાનીના દીકરો રહૂમ. તેની પાસે હશાબ્યા, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો.
૧૮તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવ્વાય , જે કઈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો. તે સમારકામ કરતો હતો.
૧૯તેના પછી યેશૂઆનો દીકરો એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરાવતો હતો.
૨૦તેની બાજુમાં ઝાકકાયનો દીકરો બારુખ કોટના ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના બારણાં સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો.
