નહેમ્યા ૩:૨૦
તેની બાજુમાં ઝાકકાયનો દીકરો બારુખ કોટના ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના બારણાં સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો.નહેમ્યા ૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:20
- After him, Baruch the son of Zabbai earnestly repaired another portion, from the turning of the wall to the door of the house of Eliashib the high priest.
- हिन्दी — नहेम्याह ३:२०
- फिर एक और भाग की अर्थात् उसी मोड़ से लेकर एल्याशीब महायाजक के घर के द्वार तक की मरम्मत जब्बै के पुत्र बारूक ने तन मन से की।
સંદર્ભમાં
૧૮તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવ્વાય , જે કઈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો. તે સમારકામ કરતો હતો.
૧૯તેના પછી યેશૂઆનો દીકરો એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરાવતો હતો.
૨૦તેની બાજુમાં ઝાકકાયનો દીકરો બારુખ કોટના ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના બારણાં સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો.
૨૧તેની બાજુમાં હાક્કોસના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના બારણાથી તે એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો.
૨૨તેની બાજુમાં યરુશાલેમની આસપાસના પ્રદેશમાં રહેતા યાજકોએ મરામત કરતા હતા.
