નહેમ્યા ૩:૨૧
તેની બાજુમાં હાક્કોસના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના બારણાથી તે એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો.નહેમ્યા ૩:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 3:21
- After him, Meremoth the son of Uriah the son of Hakkoz repaired another portion, from the door of the house of Eliashib even to the end of the house of Eliashib.
- हिन्दी — नहेम्याह ३:२१
- इसके बाद एक और भाग की अर्थात् एल्याशीब के घर के द्वार से लेकर उसी घर के सिरे तक की मरम्मत, मरेमोत ने की, जो हक्कोस का पोता और ऊरिय्याह का पुत्र था।
સંદર્ભમાં
૧૯તેના પછી યેશૂઆનો દીકરો એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે કોટના ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરાવતો હતો.
૨૦તેની બાજુમાં ઝાકકાયનો દીકરો બારુખ કોટના ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના બારણાં સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો.
૨૧તેની બાજુમાં હાક્કોસના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના બારણાથી તે એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધી બીજા એક ભાગની મરામત કરતો હતો.
૨૨તેની બાજુમાં યરુશાલેમની આસપાસના પ્રદેશમાં રહેતા યાજકોએ મરામત કરતા હતા.
૨૩તેઓની બાજુમાં બિન્યામીન તથા હાશ્શૂબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેઓની બાજુમાં અનાન્યાનો પુત્ર માસેયાનો પુત્ર અઝાર્યા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો.
