નહેમ્યા ૪:૧૧
અમારા શત્રુઓએ એવું કહ્યું, “આપણે તેઓના પર તૂટી પડીને તેઓને ખબર પડે કે તેઓ આપણને જુએ તે પહેલાં તેઓને મારી નાખીશું અને કામ પણ અટકાવી દઈશું.”નહેમ્યા ૪:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 4:11
- Our adversaries said, “They will not know or see, until we come in among them and kill them, and cause the work to cease.”
- हिन्दी — नहेम्याह ४:११
- और हमारे शत्रु कहने लगे, “जब तक हम उनके बीच में न पहुँचे, और उन्हें घात करके वह काम बन्द न करें, तब तक उनको न कुछ मालूम होगा, और न कुछ दिखाई पड़ेगा।”
સંદર્ભમાં
૯પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને તેઓની સામે ચોકી કરવા રાતદિવસનો જાપ્તો ગોઠવી દીધો.
૧૦પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, “વજન ઊંચકનારા મજૂરો પોતાના સામર્થ્ય ગુમાવી દીધા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી.”
૧૧અમારા શત્રુઓએ એવું કહ્યું, “આપણે તેઓના પર તૂટી પડીને તેઓને ખબર પડે કે તેઓ આપણને જુએ તે પહેલાં તેઓને મારી નાખીશું અને કામ પણ અટકાવી દઈશું.”
૧૨તે સમયે તેઓની પડોશમાં રહેતા યહૂદીઓએ અમારી પાસે દસ વાર આવીને અમને ચેતવ્યા કે, “તેઓ સર્વ દિશાએથી આપણી વિરુદ્ધ ભેગા થઈ રહ્યા છે.”
૧૩તેથી મેં કોટની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં લોકોને તેઓનાં કુટુંબો પ્રમાણે, તલવારો, ભાલાઓ તથા ધનુષ્યબાણ વડે સજ્જ કરીને બેસાડ્યા.
