નહેમ્યા ૭:૪
નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.નહેમ્યા ૭:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:4
- Now the city was wide and large; but the people were few therein, and the houses were not built.
- हिन्दी — नहेम्याह ७:४
- नगर तो लम्बा चौड़ा था, परन्तु उसमें लोग थोड़े थे , और घर नहीं बने थे।
સંદર્ભમાં
૨મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
૩અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”
૪નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.
૫મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.
૬“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
