નહેમ્યા ૯:૧૩
તમે સિનાઈ પર્વત પર પણ ઊતરી આવ્યા. તમે આકાશમાંથી તેઓની સાથે વાત કરી અને તેઓને સત્ય નિયમો, સારા વિધિઓ અને હિતકારી આજ્ઞાઓ આપી.નહેમ્યા ૯:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 9:13
- “You also came down on Mount Sinai, and spoke with them from heaven, and gave them right ordinances and true laws, good statutes and commandments,
- हिन्दी — नहेम्याह ९:१३
- फिर तूने सीनै पर्वत पर उतरकर आकाश में से उनके साथ बातें की, और उनको सीधे नियम, सच्ची व्यवस्था, और अच्छी विधियाँ, और आज्ञाएँ दीं।
સંદર્ભમાં
૧૧તમે તેઓની સામે સમુદ્રના બે ભાગ કર્યા. તેથી તેઓ સમુદ્રમાં કોરી જમીન પરથી પસાર થયા. અને જેમ પથ્થરને ઊંડા પાણીમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ પડેલાઓને તમે ઊંડાણમાં ડુબાડી દીધા.
૧૨જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં તેઓને પ્રકાશ આપવાને માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.
૧૩તમે સિનાઈ પર્વત પર પણ ઊતરી આવ્યા. તમે આકાશમાંથી તેઓની સાથે વાત કરી અને તેઓને સત્ય નિયમો, સારા વિધિઓ અને હિતકારી આજ્ઞાઓ આપી.
૧૪તમે તમારા પવિત્ર વિશ્રામવાર વિષે તેઓને જ્ઞાન આપ્યું અને તમારા સેવક મૂસા મારફતે તેઓને આજ્ઞાઓ, વિધિઓ અને નિયમો ફરમાવ્યા.
૧૫તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે તેઓને આકાશમાંથી અન્ન આપ્યું. તેઓ તરસ્યા હતા ત્યારે તમે તરસ છીપાવવા ખડકમાંથી પાણી વહેવડાવ્યું. જે દેશ તેઓને આપવા માટે તમે સમ ખાધા હતા તેને કબજે કરીને તેમાં રહેવાની તમે તેઓને આજ્ઞા આપી.
