નહેમ્યા ૯:૩
તેઓએ પોતાની જગ્યાએ ઊભા રહીને ત્રણ કલાક સુધી પોતાના ઈશ્વર યહોવાહનું નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેઓના ઈશ્વર યહોવાહની આગળ નમીને આરાધના કરી.નહેમ્યા ૯:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 9:3
- They stood up in their place, and read in the book of the law of the LORD their God a fourth part of the day; and a fourth part they confessed and worshiped the LORD their God.
- हिन्दी — नहेम्याह ९:३
- तब उन्होंने अपने-अपने स्थान पर खड़े होकर दिन के एक पहर तक अपने परमेश्वर यहोवा की व्यवस्था की पुस्तक पढ़ते, और एक और पहर अपने पापों को मानते, और अपने परमेश्वर यहोवा को दण्डवत् करते रहे।
સંદર્ભમાં
૧હવે એ જ માસને ચોવીસમે દિવસે ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, શોકનાં વસ્ત્ર પહેરીને અને પોતાના ઉપર ધૂળ નાખીને એકઠા થયા.
૨જેઓના પિતૃઓ ઇઝરાયલી હતા તેઓએ પોતાને વિદેશીઓથી જુદા કર્યા અને તેઓએ ઊભા થઈને પોતાનાં પાપો અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કર્યા.
૩તેઓએ પોતાની જગ્યાએ ઊભા રહીને ત્રણ કલાક સુધી પોતાના ઈશ્વર યહોવાહનું નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેઓના ઈશ્વર યહોવાહની આગળ નમીને આરાધના કરી.
૪લેવીઓ એટલે યેશૂઆ, બાની, કાદમીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની તે સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરી.
૫ત્યાર બાદ લેવીઓ એટલે યેશૂઆ, કાદમીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને આપણા યહોવાહ જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો. અને એવું બોલો કે તમારું બુલંદ નામ જે સર્વ આશીર્વાદ અને સ્તુતિની પરિસીમાથી પણ પર છે, તે મહિમાવંત હો.
