ગણના ૧૦:૨૭
અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો.ગણના ૧૦:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 10:27
- Ahira the son of Enan was over the army of the tribe of the children of Naphtali.
- हिन्दी — गिनती १०:२७
- और नप्तालियों के गोत्र का सेनापति एनान का पुत्र अहीरा था।
સંદર્ભમાં
૨૫પછી દાનના દીકરાઓની છાવણીની ધજા તેમનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. બધી છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.
૨૬અને આશેરના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી ઓક્રાનનો દીકરા પાગિયેલ હતો.
૨૭અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો.
૨૮ઇઝરાયલપ્રજાના સૈન્યોની કૂચનો ક્રમ આ મુજબ હતો. અને તેઓએ કૂચ આરંભી.
૨૯અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”
