ગણના ૨:૧૯
એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.ગણના ૨:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 2:19
- His division, and those who were counted of them, were forty thousand five hundred.
- हिन्दी — गिनती २:१९
- और उनके दल के गिने हुए पुरुष साढ़े चालीस हजार हैं।
સંદર્ભમાં
૧૭એ પછી, છાવણીઓની વચ્ચેની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ બહાર આવે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ પોતાની ધજા પાસે રહીને બહાર ચાલે.
૧૮એફ્રાઇમની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ પશ્ચિમ બાજુએ રહે. અને આમ્મીહૂદનો દીકરો અલિશામા તે એફ્રાઇમના દીકરાઓનો આગેવાન થાય.
૧૯એફ્રાઇમના સૈન્યમાં ચાળીસ હજાર પાંચસો પુરુષો હતા.
૨૦તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય.
૨૧મનાશ્શાના સૈન્યમાં બત્રીસ હજાર બસો પુરુષો હતા.
